અમરેલી નજીક ગાવકડા પાસે સીટી રાઈડ બસના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત જયારે ર૦ મુસાફરોને નાની-મોટી ઈજા થઈ હતી. અમરેલી માર્ગ પર ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. હજી થોડા દિવસો પહેલા બગસરા-અમરેલી રોડ પર એક બસ પલટી ખાઈ જતા આ બસના મુસાફરનું મોત થયુ હતુંં ત્યારે ફરી એકવાર સીટી રાઈડ બસનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. ધારીના ત્રંબકપુરથી અમરેલી આવતી સીટી રાઈડ બસના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. બસમાં સવાર ર૦ જેટલા મુસાફરોને ઈજા થઈ હતી જેમાં બે મુસાફરોની હાલત ગંભીર જણાઈ રહી છે જયારે એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુંં. આ ઘટનાની જાણ થતા તાલુકા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.