અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ સંદીપ ધાનાણી દ્વારા અમરેલી જિલ્લાના ૧૧ તાલુકાના યુવા પ્રમુખની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં અમરેલી તાલુકા પ્રમુખ તરીકે આશિષભાઈ જેબલિયા, કુંકાવાવ તાલુકા પ્રમુખ તરીકે નિશાંત આંબલીયા, સાવરકુંડલા તાલુકાના પ્રમુખ તરીકે નિર્મળ જયાબેન વાટલિયા, લીલીયાના પ્રમુખ તરીકે વિજયભાઈ કોગથીયા, રાજુલા તાલુકાના પ્રમુખ તરીકે વિજયભાઈ પરમાર, જાફરાબાદ તાલુકાના પ્રમુખ યુવરાજભાઈ વરુ, ધારી તાલુકાના પ્રમુખ તરીકે કલ્પેશભાઈ ચાવડા, ખાંભા તાલુકાના પ્રમુખ મનોજભાઈ સેંજલિયા, બગસરા તાલુકાના પ્રમુખ તરીકે ગોપાલભાઈ સતાસિયા, લાઠી તાલુકાના પ્રમુખ પિયુષભાઈ તળાવીયા, બાબરા તાલુકાના પ્રમુખ તરીકે વિજયભાઈ જાપડિયાની નિમણૂંક કરવામાં આવી છે. ઉપરોક્ત નિમણૂંકને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, પરેશભાઈ ધાનાણી સહિતનાઓએ આવકારી છે.