અમરેલી શહેર અને જિલ્લાના ૬ જેટલા કેન્દ્રો પર ધો.૧૨ની ગુજરાત બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી લગભગ એક અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે. અમરેલી કેન્દ્રમાં તા.૧પથી પેપર ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી છે તેવા કેન્દ્રો પર સંભવતઃ શનિવાર સુધીમાં પેપર ચકાસણી પુરી થશે તો વડીયા કેન્દ્ર પર તા.૧૭ના રોજ પેપર ચકાસણીની કામગીરી શરૂ થઈ છે ત્યાં તા.રપ સુધીમાં પેપર ચકાસણીની કામગીરી પુરી થાય તેવી સંભાવના છે. શિક્ષકો દ્વારા સવારના ૧૧થી પ દરમિયાન પેપર ચકાસણી કરવામાં આવે છે. સીસીટીવી કેમેરાની દેખરેખ નીચે તમામ પેપર ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ વર્ષે બોર્ડ દ્વારા વહેલી પરીક્ષા લેવાઈ હોવાથી ધો.૧રનું પરિણામ સંભવતઃ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં પરિણામ આવે તેવી સંભાવના લાગી
રહી છે.