અમરેલી જિલ્લા પંચાયતમાં મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિના ચેરમેન નીતાબેન ચાવડાએ જિલ્લાની તમામ આંગણવાડીના વર્કરોને સારી રીતે કામગીરી થઇ શકે તે માટે આધુનિક ટેકનોલોજીયુક્ત કંપની મોબાઈલ ફોન આપવા માટે સરકારમાં માગણી કરી છે. આ ઉપરાંત તેમણે જિલ્લાની તમામ આંગણવાડીમાં સોલાર સિસ્ટમ ફીટ કરવામાં આવે તો લાઈટ બિલનો તમામ ખર્ચ બચી જાય તે માટે પણ મુખ્યમંત્રી, મંત્રી અને સાંસદ અને ધારાસભ્યોને રજૂઆત કરી હતી.