સહાય પશુદીઠ ૧૦૦ રૂપિયા કરવા માંગ કરી કલેકટરને આવેદન પાઠવ્યું

અમરેલી જિલ્લાની તમામ ગૌશાળાઓના સંચાલકો તરફથી અમરેલીના પ ગૌશાળાના ટ્રસ્ટી તથા સંચાલકોએ ગૌમાતા પોષણ યોજના અંતર્ગત સરકાર તરફથી પશુદીઠ ચુકવવામાં આવતી ૩૦ રૂપિયાની સહાયમાં વધારો કરવાની માંગ મુખ્યમંત્રી સમક્ષ કરતા કલેકટરને આવેદન પત્ર આપ્યુ હતુ. જેમાં આજના મોંઘવારીના સમયમાં ૩૦ રૂપિયા નજીવી રકમ હોઈ અને પશુઓનો નિભાવ ખર્ચ વધી જતો હોય સહાય પશુદીઠ ૧૦૦ રૂપિયા કરવા માંગ કરી છે. આ તકે પાંજરાપોળ ગૌશાળા અમરેલીના વસંતભાઈ પોકળ, મુકુંદભાઈ ગઢિયા, કામધેનુ ગૌશાળા, સંત મુળદાસ ગૌશાળા, હરિકૃષ્ણ ગૌશાળા અને સંત ભોજલરામ ગૌસેવા ટ્રસ્ટ હાજર
રહ્યા હતા.