રાજ્યમાં ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં અનેક લોકો ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે. અમરેલી શહેરમાં બે લોકો ચાઇનીઝ દોરી વેચતાં ઝડપાયા હતા. સરફરાજ ઉર્ફે ચીચો હનીફભાઈ નગરીયા (ઉ.વ. ૨૧) પાસેથી ચાઇનીઝ દોરીની ૨૧ ફીરકી તથા સિરાજભાઇ સલીમભાઇ ડેરૈયા (ઉવ.૨૦) પાસેથી ચાઇનીઝ દોરીની બે ફીરકી મળી આવી હતી. પોલીસે કુલ મળીને ૯૩૬૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. વડીયામાં રહેતા ભવ્યરાજ મીલનભાઈ ઉર્ફે ઘેલુભાઈ ચુડાસમા (ઉ.વ.૧૯) પાસેથી ૨૪૦૦ રૂપિયાની ૧૨ ફીરકી તથા કેયુરભાઈ રાજેશભાઈ અનડા (ઉ.વ.૨૩) પાસેથી ૫૨૦૦ રૂપિયાની ૨૬ ચાઇનીઝ ફીરકી મળી હતી. ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરીને કારણે અત્યાર સુધીમાં આઠથી દસ લોકોના ગળા કપાયા છે, જેને લઈ ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તમામ શહેરોમાં ચાઇનીઝ દોરીનું ગેરકાયદે વેચાણ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.