અમરેલી જિલ્લામાં દારૂડીયાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી છે છતાં પ્યાસીઓ ગમે ત્યાંથી દારૂની સગવડ કરી ઝુમતા હોવાથી પોલીસે જિલ્લાના વિવિધ શહેરોમાંથી આવા પ્યાસીઓને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વડીયાના રામપુર ગામેથી પ્રવિણ કાળુ રાખસીયા, કુંકાવાવમાંથી હકાભાઈ ગુલાબભાઈ પીંજારા, રાજુલાના નાના મોભીયાણા ગામેથી દિનેશ નરસી પરમાર, અરવિંદ ટાભજી પરમાર, રાજુલાના માંડળ ગામેથી નાના રતા વાળા, સા.કુંડલાના ભમ્મર ગામેથી ચકુર રણછોડ સોલંકી,અમરેલીના જુના ગીરીયા ગામેથી કરમશી મોહન ડાભી, અમરેલીમાંથી ઈમ્તીયાઝ કરીમ બ્લોચ, અમરેલીના બક્ષીપુર ગામેથી છગન નાગજી ડાભી નામના શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ તમામ લોકો સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો હતો.