ટીંબી ચેકપોસ્ટ પર વગર પરમીટે જાહેરમાં કેફી પીણું પીને વાહન ચલાવતા યુવકને પોલીસે પકડી પાડયો હતો. બનાવની વિગત જાઈએ તો સંજયભાઈ રમેશભાઈ ભાલીયા (રહે. રાજુલા) કેફી પીણું પીધેલ હાલતમાં મોટર સાયકલ લઈ ગફલતભરી રીતે રોડ પર વાહન ચલાવતા પોલીસનાં હાથે ઝડપાઈ ગયો હતો. તેવી જ રીતે લીલીયામાં આવેલ નાવલી બજારનાં જાહેર રોડ પર નાસીરભાઈ શેખ (રહે. લીલીયા) કેફી પીણું પીધેલ હાલતમાં ડ્રાઈવીંગ લાયસન્સ વગર મોટર સાયકલ ચલાવતા લીલીયા પોલીસનાં હાથે ઝડપાઈ ગયા હતા.
ઉપરાંત શેડુભાર ગામના કમલેશગીરી ગોસાઈ, કેરાળા ગામના હરેશભાઈ સાગઠીયા, બાબરા ગામના વિજયભાઈ ઈન્દરીયા, લીલીયાનાં કમલેશભાઈ ડાબસરા, બારપટોળી ગામના ભુપભાઈ જાળીયા અને બાબરીયાધારના ઈરફાન ઉર્ફે ભુપત કલાણીયા ગેરકાયદેસર કેફી પીણું પીધેલ હાલતમાં પોલીસનાં હાથે ઝડપાયા હતા. પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.