અમરેલી જિલ્લામાં વધુ બે લોકોના ઝેરી દવા પીવાથી મોત થયા હતા. હાલ અમદાવાદ રહેતા મૂળ કોઠાપીપરીયા ગામના યોગેશભાઇ ગોરધનભાઇ કિકાણી (ઉ.વ.૩૭)એ જાહેર કર્યા મુજબ, ગોરધનભાઇ ભાદાભાઇ કીકાણી (ઉ.વ.૬૦)એ કોઇ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે ઘઉંમાં નાખવાના ઝેરી દવાના ટીકડા પી જતા સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. બાબરાના અમરાપરામાં રહેતા શમસુદીનભાઇ અબ્દુલભાઇ મીઠાણી (ઉ.વ.૭૦)એ જાહેર કર્યા મુજબ, શમીબેન શમસુદીનભાઇ મીઠાણી (ઉ.વ.૬૫)એ ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. કુંડલીયાળા ગામે એક યુવતીએ એસિડ પીધું હતું.