અમરેલી જિલ્લામાં તા.૨૭ માર્ચથી તા.૩ એપ્રિલ સુધી અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કડિયાળી તા. જાફરાબાદ ખાતે તથા તા.૩૦ માર્ચ થી તા.૩ એપ્રિલ દરમિયાન સવારે ૭ વાગ્યાથી જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટ યોજાશે. જેમાં ખેલ મહાકુંભ ૨.૦માં પસંદગી પામ્યા હોય, ઓનલાઈન રજિસ્ટ્રેશન થયું હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ સ્પોટ્‌ર્સ સ્ટાફ દ્વારા જે શાળાઓની વિઝિટ કરીને પસંદ કરવામાં આવી હોય તે પ્રથમ, દ્વિત્તિય અને તૃતિય સ્થાન મેળવ્યું હોય તેવા વિદ્યાર્થીઓ તથા તાલુકા કક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં પસંદગી પામ્યા હોય તેવા ખેલાડીઓ અને ઓનલાઇન રજિસ્ટ્રેશન થયું હોય તેવા ખેલાડીઓ જ જિલ્લા કક્ષાની આ બેટરી ટેસ્ટમાં ભાગ લઈ શકશે. અન્ય વિદ્યાર્થીઓ આ બેટરી ટેસ્ટ આપી શકશે નહિ, તેની તમામ શાળાઓ અને વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે. વાગ્યાથી બેટરી ટેસ્ટ યોજાશે.