આગામી સમયમાં લાઠી, ચલાલા, રાજુલા તથા જાફરાબાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા અમરેલી, દામનગર તથા સાવરકુંડલા નગરપાલિકાની પેટાચૂંટણી અને બગસરા તાલુકા પંચાયતની ૧૬-જૂના વાઘણીયા, બાબરા તાલુકા પંચાયતની ૧૦-કરિયાણા તથા ધારી તાલુકા પંચાયતની ૧૪-મીઠાપુર ડુંગરી બેઠકોની પેટાચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણી માટે વિધાનસભાની પ્રસિધ્ધ થયેલી મતદાર યાદી પ્રમાણે સુધારાવધારા ૮ જાન્યુ.ર૦રપ સુધીમાં મામલતદાર કચેરી ખાતે થઈ શકશે તેમ તંત્રની અખબારી યાદીમાં જણાવાયું છે.