અમરેલી જિલ્લામાં અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ હથિયાર સાથે રાખીને ફરવું ગુનો બને છે. આમ છતાં જિલ્લામાં અમુક શખ્સો પોતાની પાસે લોખંડના પાઈપ રાખી ફરતા હોવાથી પોલીસે આવા શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજુલા તાલુકાના વડ ગામે રહેતા તખુભાઈ ભગુભાઈ ધાખડાના કબ્જામાંથી પોલીસે લોખંડની પાઈપ કબ્જે કરી હતી. જ્યારે ભેરાઈ ગામે રહેતા લાલજીભાઈ કાળુભાઈ વાજા પાસેથી પોલીસે લોખંડનો પાઈપ કબ્જે કર્યો હતો. પોલીસે બંને શખ્સો સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી બંને શખ્સોની અટકાયત કરી હતી.