લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ થાય તે માટે અમરેલી જિલ્લામાં ચોરી, લૂંટ, માલ-મિલકત સબંધી ગૂના આચરતા ગૂનેગારો સામે એલસીબીએ કડક હાથે કામગીરી હાથ ધરી છે. અમરેલી જિલ્લા સહિત ત્રણ જિલ્લામાં લૂંટ આચરનાર રાજવીર ભરત ભાભોર રહે. આંબલી ખજુરીયા તા. ગરબાડા, જિ.દાહોદવાળા સામે તેમજ દિલીપ મનસુખ પરમાર રહે. રાજસ્થળી તા.જિ.અમરેલીના માથાભારે ઈસમ સામે પુરાવાઓ એકત્ર કરી પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસ વડા મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપવામાં આવતા કલેકટરે પાસાનુ વોરંટ ઇસ્યુ કરતા રાજવીરને પાલનપુર જિલ્લા જેલ ખાતે અને દિલીપને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.