અમરેલી સહિત સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજ માટે અત્યંત પવિત્ર અને ધાર્મિક મહત્વ ધરાવતો રમઝાન મહિનો શરૂ થઈ ગયો છે. મુસ્લિમ બિરાદરો માટે રમઝાન માત્ર ઉપવાસનો મહિનો નથી, પણ આ એક આધ્યાત્મિક યાત્રા છે, જેમાં ખુદા પ્રત્યેની ભક્તિ, દયાળુતા અને સ્વનિષ્ઠાનું મૂલ્ય ઉંચું રાખવામાં આવે છે. ગઈકાલે બીજનો ચાંદ દેખાતા આજથી રમઝાનની શુભ શરૂઆત થઇ છે. ગઇકાલે બીજનો ચાંદ દેખાતા આજથી રમઝાન મહિનાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. આજથી સમગ્ર મુસ્લિમ સમાજ રોજા (ઉપવાસ) રાખવાનું શરૂ કરશે, જે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ચાલશે. રમઝાન મહિનાનું ધાર્મિક મહત્વ જોઈએ તો આ મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે. મહિના દરમ્યાન જ પવિત્ર કુરાનનું
આભાર – નિહારીકા રવિયા અવતરણ થયું હતું. આ સમય દરમિયાન મુસ્લિમ લોકો વધુમાં વધુ ઈબાદત કરે છે, કુદરત પ્રત્યેની કૃતજ્ઞતા દર્શાવે છે અને ગરીબોને દાન-ખેરાત (ઝકાત) પણ કરે છે.