પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પર્યાવરણ રક્ષણ પહેલ એક પેડ મા કે નામને અમરેલી જિલ્લામાં અપાર આવકાર મળ્યો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં લોકોએ વૃક્ષારોપણ માટે ભારે ઉત્સાહ દાખવતા ૭૮,૧૫૭ વૃક્ષનું વાવેતરનું વાવેતર થયું છે. એક પેડ મા કે નામ અભિયાન અન્વયે શહેર અને ગ્રામ્ય વિસ્તારના જાહેર, ધાર્મિક અને પ્રવાસન સહિતના સ્થળો ઉપરાંત અમૃત સરોવર ખાતે પણ વિવિધ વૃક્ષોનું વાવેતર થયું છે. અમરેલી જિલ્લાના ૧૧ તાલુકાઓમાં વાડી પ્રોજેક્ટ અને મનરેગા યોજના અંતર્ગત પણ વૃક્ષારોપણ થયું છે. એક પેડ મા કે નામ અભિયાનને સફળ બનાવવા અને જન-જન સુધી પહોંચાડી જનભાગીદારી વધારવા માટે વૃક્ષના રોપાઓના વિતરણની કામગીરી શરુ છે. સામાજિક વનીકરણ અમરેલી દ્વારા સાવરકુંડલા, ખાંભા, ધારી, કુંકાવાવ, બગસરા, બાબરા, રાજુલા, જાફરાબાદ, લાઠી, અમરેલી સહિતના તાલુકાઓની ૧૬ નર્સરીઓ ખાતે વૃક્ષના રોપાઓના વિતરણ થાય છે. નાગરિકોને આ ખાતાકીય નર્સરી પર મુલાકાત કરી રોપાઓ મેળવી એક પેડ મા કે નામ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ છે. ખાતાકીય નર્સરીઃ સાવરકુંડલા- (૦૧) મોટા ઝીંઝુડા, બસ સ્ટેન્ડ બાજુનો રસ્તો, (૦૨) કાનાવાવ, સાવરકુંડલા-હાથસણી રોડ, ખાંભા- (૦૩) મોભનેશ-ખાંભા-પીપળવા રોડ, ધારી- (૦૪) છતડીયા, ધારી-અમરેલી હાઇ-વે, છતડીયા
પાટીયાથી છતડીયા ગામ તરફ, (૦૫) ભાયાવદર, ધારી-બગસરા હાઇ-વે, ભાયાવદર બસ સ્ટોપ પાસે, કુંકાવાવ- (૦૬) વાઘણીયા, બસ સ્ટોપ સામે, નવા વાઘણીયા, બગસરા-(૦૭) મુંજિયાસર, મુંજિયાસર ડેમની બાજુમાં, બાબરા-(૦૮) કરિયાણા, નિલકંઠ મહાદેવ પાસે, (૦૯) રામપરા, બાબરા-કરિયાણા રોડ, રામપરા ડેમ સામે, રાજુલા, (૧૦) ધારેશ્વર, ધારેશ્વર ડેમની બાજુમાં, જાફરાબાદ, (૧૧) બાબરકોટ-તપોવન ટેકરીથી આગળ, લાઠી-(૧૨) દામનગર, ગારિયાધાર રોડ, સિવિલ હોસ્પિટલની બાજુમાં, (૧૩) ચાવંડ-ભાવનગર-રાજકોટ હાઇ-વે, કલ્યાણધામ હોસ્પિટલની બાજુમાં, અમરેલી, (૧૪) વન ચેતના કેન્દ્ર, ઓમનગર સામે, ચિતલ રોડ, અમરેલી, (૧૫) અમરેલી-સાવરકુંડલા બાયપાસ, ફતેપુર રોડ પાસે, (૧૬) નાના માચીયાળા, અમરેલી ચિતલ રોડ ખાતેની ખાતાકીય નર્સરી ખાતે
વૃક્ષના રોપાઓ મળશે.