અમરેલી જિલ્લાની કેટલીક શાળાઓની આસપાસ બેરોકટોક વ્યસનના હાટડા ધમધમે છે. શાળાની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ નહીં કરવાનો સરકારનો આદેશ હોવા છતાં અમરેલી જિલ્લામાં આવેલી અનેક શાળાઓની નજીક વ્યસનના હાટડામાં બેફામપણે તમાકુ અને ગુટખાઓનું વેચાણ થાય છે. જેને કારણે ઉગતી પેઢીને ભણતર મળે કે ન મળે પણ વ્યસન કરવાની તક મળી જ રહેતી હોય છે. વાલીઓ અને શિક્ષકોએ આ બાબતે વિચારવું રહ્યુ. જ્યારે તંત્રએ પણ શિક્ષાત્મક પગલા ભરી કુમળા માનસને કુમાર્ગે ચડાવતા તત્વો સામે લાલ આંખ કરવી જોઇએ. ભારત સરકાર દ્વારા શૈક્ષણિક સંકુલની આસપાસમાં ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તમાકુ અને ગુટખાનાં વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ સરકારના આ આદેશને વેપારીઓ ઘોળીને પી જાય છે. આવો જ તાયફો અમરેલીની સરકારી તેમજ ખાનગી શાળાની નજીકની પાન માવાની દુકાનોમાં જોવા મળી રહ્યો છે. અમરેલીમાં આવેલી શાળાઓની આસપાસની દુકાનોમાંથી સહેલાઇથી તમાકુ તેમજ ગુટખા વગેરે સ્વાસ્થ્યને હાનિકારક પદાર્થો મળી રહેતા હોય છે. કુમળી વય અને માનસ ધરાવતા બાળકો દેખાદેખી અને અખતરા માટે પણ આવી ચીજવસ્તુઓ તરફ લલચાય છે અને પરિણામે નાની વયથી જ તે ગંભીર વ્યસનનો શિકાર બની જાય છે. શરૂઆતમાં આ વ્યસનની કોઇ જાણ કે અસર વર્તાતી નથી. પરંતુ જ્યારે તે જાહેર થાય છે ત્યારે તેમાંથી બચવાનો એકાદ માર્ગ માંડ બચ્યો હોય છે. હાલ અમરેલી તેમજ જિલ્લાની શાળાની આસપાસ ધમધમતા આવા હાટડાઓને કોઇનો ડર ન હોય બાળકો માટે તે ખતરારૂપ બની ગયા છે. આ અંગે વાલીઓ અને શાળા સંચાલકોએ થોડી જાગૃતિ કેળવી પોતાનાં બાળકોને વ્યસનથી દૂર રાખવા અને તેમને આ કુમાર્ગે ચડતા અટકાવવા પગલા લેવા જોઇએ. તેમજ શાળા નજીક ચાલતી આવી દુકાનો બાબતે તંત્રમાં ફરિયાદ કરી તેને બંધ કરાવવાની કામગીરી પણ કરવી જોઇએ. તંત્રએ માત્ર કાયદા ઘડી નાખવાથી વાત સરતી નથી. આ અંગે કડક કાર્યવાહી કરી સજા પણ ફટકારવી જોઇએ તેવી લોક માંગણી ઉઠવા પામી છે. આચાર્ય કે શિક્ષકે જાણ કરવી જોઇએ:- પોતાની શાળાની નજીકમાં કોઇ સ્થળે તમાકુ-ગુટખાનું વેચાણ થતું હોય તો શાળાના સંચાલકો, આચાર્ય કે શિક્ષકોએ શિક્ષણ વિભાગ સહિત આ બાબતે કામગીરી કરતા વિભાગને ફરિયાદ કરી બાળ માનસને વ્યસનથી દૂર રાખવાની ફરજ બજાવવી જોઇએ. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ આ કામગીરી કરવાની આચાર્યો અને કેળવણી નિરીક્ષકને જવાબદારી સોંપવામાં આવી છે. તેમ છતાં આચાર્ય કે કેળવણી નિરીક્ષક કોઈ કામગીરી કરતા નથી જ્યારે વાલીઓએ પણ પોતાની ફરજ બજાવવી જોઇએ. ૧૮ વર્ષથી નીચેનાને તમાકુ વેચી શકાય નહીં:- તમાકુ વેચાણ સંબંધીત સરકારનો એક અન્ય કાયદો પણ છે જેમાં કોઇપણ વેપારી ૧૮ વર્ષથી નીચેનાને તમાકુનું વેચાણ કરી શકે નહીં. આ બાબતે એડવોકેટ પી.ડી. ગઢવીએ જણાવ્યુ હતું કે, સરકારે શાળા નજીક તમાકનું વેચાણ ન કરવાનો પરિપત્ર બહાર પાડયો છે. જેનાં ભંગ બદલ સજાની જોગવાઇ પણ છે. જ્યારે વાલીઓએ પણ પોતાના બાળકો સાથે આવી ચીજવસ્તુઓ મંગાવવી જોઇએ નહીં. તમાકુ નિયંત્રણ ધારાનાં ભંગ બદલ જિલ્લા સ્ક્વોડ વિભાગ, આરોગ્ય વિભાગ, મ્યુનિસિપલ ર્કોપોરેશન, નગરપાલિકા, પોલીસ, શિક્ષણ વિભાગ, વાહન વ્યવહાર વિભાગ અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આ અંગે કામગીરી કરી દંડ અને કેસ કરવાની સત્તા ધરાવે છે. પરંતુ અમરેલી જિલ્લામાં સરકારના આદેશ મુજબ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. શિક્ષણ વિભાગની કામગીરી શૂન્ય ઃ- શાળા નજીકમાં ચાલતી દુકાનોમાં તમાકુનું વેચાણ થાય છે કે કેમ? તે બાબતે શિક્ષણ વિભાગને દરોડા અને ચેકીંગ કરવાની સત્તા હોય છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ વિભાગે કોઇ કામગીરી કરી જ નથી તેવુ જાણવા મળ્યુ છે.
વિદ્યાર્થીઓ સિગારેટ પીતા નજરે પડે છે
શાળાની આસપાસ આવેલી દુકાનોમાં નીતિનિયમોનો ઉલાળિયો કરી તમાકુનું બેરોકટોક વેચાણ થતું હોવાથી વિદ્યાર્થીઓને શિક્ષકોનો પણ જાણે ડર ન હોય તેમ શાળાની બાજુમાં જ આવેલી દુકાનોમાં સિગરેટ પીતા નજરે પડે છે.
શાળા નજીક તમાકુનું બેરોકટોક વેચાણ
અમરેલી જિલ્લામાં શાળાની નજીક બેરોકટોક તમાકુનું વેચાણ થાય છે. તંત્ર દ્વારા શહેરની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવે છે. જે દુકાનોમાં ૧૮ વર્ષથી નીચેનાને તમાકુનું વેચાણ કરવામાં આવતું નથી તેવા બોર્ડ મારવામાં આવ્યા ન હોય તો તેને માત્ર રૂ.૨૦૦ દંડ ફટકારી સંતોષ માનવામાં આવે છે.
આચાર્યએ જાગૃત થવાની જરૂર
શાળાની આસપાસ આવેલી દુકાનોમાં તમાકુનું વેચાણ થતું હોય તો આ બાબતે આચાર્યએ દુકાનદારો સાથે બેઠક કરી દુકાનદારોને તમાકુનું વેચાણ ન કરવા સમજાવવું જોઈએ તેમજ ઘણીવાર શાળાના શિક્ષકો જ વિદ્યાર્થીઓની હાજરીમાં તમાકુ ખાતા નજરે પડે છે.
વારંવાર દુકાનોમાં તમાકુ બાબતે તપાસ થવી જોઈએ
અમરેલી જિલ્લામાં તમાકુ નિયંત્રણ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવે છે અને દુકાનદારોને દંડ પણ ફટકારવામાં આવે છે. જોકે દંડ ફટકાર્યા પછી પણ તમાકુનું વેચાણ થાય છે ત્યારે આ બાબતે તમાકુ નિયંત્રણ સ્ક્વોડ સતત દુકાનોમાં તપાસ કરીને દંડની કાર્યવાહી ચાલુ રાખે તે જરૂરી છે.
વિદ્યાર્થીઓના માનસ પર ગંભીર અસર પડે છે
ગુટખા, પાન, તમાકુ તમામ ગંભીર રોગોને જન્મ આપે છે. શાળાની આસપાસ સો મીટરની સુધી નો ટોબેકો ઝોન હોય છે. ર્ઝ્રં્ઁછ કાયદા હેઠળ શાળાના ૧૦૦ યાર્ડના અંતરમાં તમાકુની બનાવટો ખરીદે, વેચે કે તેનું સેવન કરે તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. તમાકુના સેવનથી મોઢાના કેન્સર, હૃદયરોગ, શ્વસન સંબંધી રોગ, ગેંગરીન, સ્ટ્રોક વગેરે રોગો થાય છે. અલ્ઝાઈમર, યાદશક્તિ ગુમાવવી વગેરે થાય છે. આ સિવાય ધૂમ્રપાન કરનારાઓમાં નપુંસકતા અને ધૂમ્રપાન કરતી મહિલાઓના સ્વયંસ્ફુરિત ગર્ભપાતની શક્યતા છે. જાહેર સ્થળે ધૂમ્રપાન કરવા બદલ દંડ વસૂલવાની જોગવાઈ છે.
તમાકુથી થતા નુકસાન માટે
જાગૃતિ રેલી પણ કાર્યવાહી કડક કરવાની જરૂર
અમરેલી જિલ્લામાં શાળાઓ પાસે જ દુકાનોમાં ગુટખા, સિગારેટ સહિતનું ધૂમ વેચાણ થાય છે. વિદ્યાર્થીઓ ગુટખા ખાતા, સિગરેટના ધુમાડા કાઢતા નજરે પડે છે. જા કે આ બાબતે તંત્ર લોકો જાગૃત થાય તે માટે બાઈક રેલીનું આયોજન કરે છે પરંતુ જે શાળાની આસપાસ આવેલી ૧૦૦ મીટરની ત્રિજયામાં ગુટખા વેચાય છે તેના પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
દુકાનોમાં માત્ર રૂ.ર૦૦નો દંડ ફટકારી સંતોષ માનતુ તંત્ર