સહકારથી સમૃદ્ધિ સંકલ્પના તળે દિવ્યાંગોને પણ સહકારી ક્ષેત્રનો લાભ મળે તેવા ઉદાર હેતુથી અમરેલી જિલ્લા દિવ્યાંગ શરાફી અને ગ્રાહક સહકારી મંડળીનો પ્રારંભ થયો છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે તા.૨૫ થી તા.૩૦ નવેમ્બર,૨૦૨૪ દરમિયાન ૧૦૦ દેશોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ૈંહીંહિર્ટ્ઠૈંહટ્ઠઙ્મ ર્ઝ્ર-ર્pીટ્ઠિૈંvી છઙ્મઙ્મૈટ્ઠહષ્ઠી ની કોન્ફરન્સ યોજાઈ હતી. કોન્ફરન્સમાં વર્ષ-૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવાના ભારત સરકારના પ્રસ્તાવને ૈંઝ્રછ એ સ્વીકારી વર્ષ-૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભારત સરકારે સહકારી ચળવળને મજબૂત બનાવવા માટે વર્ષ-૨૦૨૧માં અલગ સહકાર મંત્રાલયના નિર્માણ બાદ સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા વિવિધ નવી પહેલોની શરુઆત કરી છે.
રાજયના દરેક ગ્રામ્ય વિસ્તારને સહકારી ક્ષેત્રથી આવરી લેવા માટે રાજયવ્યાપી અભિયાન શરુ છે ત્યારે અમરેલી જિલ્લામાં દિવ્યાંગજનોને પણ સહકારી ક્ષેત્રનો લાભ મળે તે આશયથી દિવ્યાંગોની સહકારી મંડળીની નોંધણી આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-૨૦૨૫ ના પ્રથમ દિવસે જ કરવામાં આવી છે.