રવિવારે બપોરબાદ અમરેલી જિલ્લામાં ભૂકંપનો આચકો આવ્યો હતો. સાંજના ૫ઃ૧૮ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ૩.૭ની તીવ્રતાનો ભૂકંપ આવતા ભેદી અવાજ સાથે ધરતી ધ્રુજવા લાગી હતી. જેથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ધારી, લીલીયા, ખાંભા સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. ૩.૭ની તીવ્રતા ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી ૪૧ કિમી અને ધારીથી ૧૬ કિમી દૂર હોવાનું નોંધાયું છે.