વડાપ્રધાનની પહેલ પર જેનરીક દવાઓના વિતરણ અને દવાઓની ઉપલબ્ધતા વિશે જન સમુદાયમાં જાગૃતિ વધારવા અને જેનરીક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે તારીખ ૭ માર્ચના રોજ “ જન ઔષધિ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પણ આગામી ૭ માર્ચ-ર૦રપના રોજ “ જન ઔષધિ દિવસ”ની ઉજવણી કરવામાં આવશે અને આ ઉજવણીમાં સ્થાનિક અધિકારીઓ તથા જન-પ્રતિનિધિઓ પણ હાજરી આપશે. લોકોને આ જન ઔષધિ કેન્દ્રોનો વધુ લાભ લેવા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવ્યું હતું. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત જન ઔષધિ કેન્દ્રો ઉપર ગુણવત્તાયુક્ત જેનરીક દવાઓ લોકોને પોસાય તેવા ભાવે પુરી પાડીને સામાન્ય લોકોના જીવન પર નોંધપાત્ર અસર કરી શકે છે.