તા.૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ રવિવારના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી થશે. અમરેલી જિલ્લા અદાલત કમ્પાઉન્ડ ખાતે સવારે ૧૦ વાગ્યે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. મુખ્ય જિલ્લા ન્યાયાધીશના વરદહસ્તે ધ્વજ ફરકાવવામાં આવશે. જિલ્લાની તમામ અદાલતના ન્યાયાધીશઓ, તમામ કર્મચારીઓ, વકીલઓ સહિતની ઉપસ્થિતિ રહેશે તેમ અમરેલી જિલ્લા અદાલતના રજિસ્ટ્રારએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.