ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા સમગ્ર ગુજરાતના જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે યુવા અને કર્મનિષ્ઠ અતુલભાઈ કાનાણીની વરણી કરવામાં આવી છે. આ તકે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનીષ સંઘાણીએ અતુલભાઈ કાનાણીને અભિનંદન પાઠવ્યા હતા. મનીષ સંઘાણીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં જિલ્લાનું સંગઠન ખુબ જ મજબૂત બને અને તેઓના નેતૃત્વમાં કમળ સોળે કળાએ ખીલે તેવી શુભકામના પાઠવી હતી.