અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપની સુચના મુજબ જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ મંડલ પ્રમુખોની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી સમયમાં પાર્ટીના વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો અને પાર્ટીના ૬ એપ્રિલના સ્થાપના દિવસે જિલ્લામાં મોટા પાયે વિવિધ કાર્યક્રમો ઉજવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. વન નેશન વન ઈલેક્શન, રામનવમી અને ૧૪મી એપ્રિલ સહિતના વિવિધ કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણીએ દરેક ઘર સુધી કમળ લહેરાય તેવું આહ્વાન કર્યું હતું. ૧૪મી એપ્રિલના રોજ ડા. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા ભાજપના મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બસીયા, મેહુલભાઈ ધોરાજીયા અને પુનાભાઈ ગજેરા, સહ ઇન્ચાર્જ મુકુંદભાઈ મહેતા અને દરેક તાલુકા અને શહેરના મંડલ પ્રમુખો હાજર રહ્યા હતા.