મુંબઈ ખાતે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (એજીએમસીબી)ને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) îkhk “Exemplary Award of Par Excellence” એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. બેંક દ્વારા અટલ પેન્શન યોજના(APY) હેઠળ કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
એજીએમસીબીએ માત્ર ૪૮ દિવસમાં ૧૫૧૯ નવા APY સબસ્ક્રાઇબર્સ ઉમેરીને સમગ્ર દેશની સહકારી બેંકોમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. અને વિક્રમજનક ર૦ર% કામગીરી કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સિદ્ધિ બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણી અને જનરલ મેનેજર બી.એસ. કોઠીયાના સફળ નેતૃત્વ અને બેંકના કર્મચારીઓના સમર્પણને લીધે શક્ય બની છે. એજીએમસીબી સમગ્ર દેશમાં APYયોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનારી બેંકોમાંની એક છે.