અમરેલી ખાતે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. દ્વારા અમરેલી જિલ્લાની સેવા, શરાફી સહકારી મંડળીઓના ચેરમેન, મેનેજર અને મંત્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ ભારતીય યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડાયરેક્ટર મનીષ સંઘાણી, અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ઉપાધ્યક્ષ અરૂણભાઈ પટેલ, ય્જીઝ્ર બેંકના અધિકારીઓ, જિલ્લા બેંકના અધિકારીઓ, અમરેલી જિલ્લા રજીસ્ટાર અને જિલ્લા રજીસ્ટારનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.