અમરેલીમાં આવેલ જીઆઈડીસી વિસ્તારના વેપારીઓ ભુતકાળમાં લાઠી ફાટક પાસેથી વાહન ચલાવતા હતા જા કે આ જમીન માલિકીની હોવાથી જમીન માલિકે આ માર્ગ પર દિવાલ બનાવી લેતા જીઆઈડીસીના વાહનોને ભારે અસર પહોંચી હતી. જેથી વાહનો હનુમાનપરા વિસ્તારમાંથી ચાલતા હોવાથી રહીશોને અકસ્માતનો ભય લાગતો હતો આ બાબતે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. અમરેલી જીઆઈડીસીના વેપારીઓના વાહનો ભુતકાળમાં લાઠી રોડ પરથી ચાલતા હતા જા કે ત્યાં દિવાલ ચણાઈ જતા વાહનોને ફરજિયાત હનુમાનપરા પાઠક સ્કૂલ થઈને બાયપાસ ચાલવુ પડતુ હતું. આ માર્ગ પર રહેણાક વિસ્તાર અને શાળાઓ આવેલી હોવાથી લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો હતો. જેથી આજરોજ વાહનો ચાલી શકે તે માટે ફરીથી લાઠી ફાટક પાસેની દિવાલ તોડી નાખવામાં આવી હતી. દિવાલ પાડી નખાયા બાદ જમીન માલિકે પોતાની માલિકીની જમીનમાં મોટી ગટરનું ખોદકામ કર્યુ છે અને રહીશોએ માર્ગ પર બેસી રામધૂન બોલાવી હતી જેથી ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતા અમરેલી પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જા કે રહીશો દ્વારા જયાં સુધી સમસ્યાનું નિરાકરણ નહી આવે ત્યાં સુધી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.