અમરેલી શહેરમાં ટાવર રોડ પર આવેલ નગરપાલિકા હસ્તકનું ૮૦ વર્ષ જૂનું ગાયકવાડ સરકાર વખતનું શૌચાલય બંધ થતા વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. અંદાજિત ૨૦૦ જેટલા વેપારીઓએ
ટાવર ચોકમાં બેસીને શૌચાલય ખોલાવવા માટેના સૂત્રોચ્ચાર કર્યા હતા. ટ્રાફિક જામ થતા સ્થળ પર
પોલીસ ટીમ સ્થળ પર  દોડી ગઈ હતી. વેપારીઓ દ્વારા છેલ્લા ૧૫ દિવસથી વિરોધ ચાલુ હતો છતાં કોઈ ન્યાય નહીં મળતા આજે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ નોંધાવ્યો હતો. આ વિસ્તારમાં ફક્ત એક જ શૌચાલય  છે તે પણ  બંધ કરી દેવામાં આવ્યું છે જેને ફરી શરૂ કરવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક લોકોએ ગંદકીને કારણે શૌચાલયમાં જવાનો રસ્તો બંધ કરી દીધો છે જેના કારણે આ વિવાદ ઉભો થયો છે. આ અંગે નગરપાલિકા દ્વારા તાત્કાલીક દિવાલ તોડી શૌચાલય શરૂ કરી દેવાયું હતું.