સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં વ્યાપક સ્તરે સફાઈ ઝુંબેશ અને નાગરિકોમાં સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતાની આદત કેળવાય તે માટે સ્વચ્છ ભારતલક્ષી જનજાગૃતિ માટે પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. અમરેલી તાલુકાના ગામડાઓના સરપંચો અને તલાટી કમ મંત્રીઓને સ્વચ્છતાને અનુલક્ષીને જરુરી તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા વગેરે સ્વચ્છતા લક્ષી બાબતોને આવરી લઈ તાલીમ આપવામાં આવી હતી. અમરેલી ખાતે યોજાયેલ રિફ્રેશર તાલીમમાં ગ્રુપ એક્ટિવિટી અને રમતોના માધ્યમથી પણ સ્વચ્છતાલક્ષી વિગતો આપવામાં આવી હતી.