અમરેલી તાલુકામાં એક યુવક પર દુષ્કમની ફરિયાદ થયેલી હોય જેથી યુવક છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં હોય જેના કારણે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. અમરેલી તાલુકાના કમીગઢ ગામે રહેતા એક યુવક પર સાત મહિના પહેલા ગામના જ પરેશભાઈ દેવમુરારીએ દુષ્કર્મ અંગે ફરિયાદ કરેલ હોવાથી યુવક છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતો હોય અને આપઘાતના વિચારો આવતા હોય જેથી યુવકે ઝેરી દવા ગટગટવતા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.