અમરેલી વિધાનસભા વિસ્તારનાં જુદા-જુદા ગામોમાં નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાનાં હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યાં હતા. અમરેલી તાલુકાનાં મોટા ગોખરવાળા ગામે પશુ સારવાર નિદાન કેન્દ્ર સહિતનાં વિકાસલક્ષી કામો અને ખડખંભાળીયા ગામે વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં બન્ને ગામનાં ગ્રામજનો અને આગેવાનો હાજર રહ્યાં હતા.