અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરીયાના નકલી લેટર પ્રકરણમાં સાતથી વધુ અન્ય વ્યક્તિઓના નકલી લેટરપેડનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. આ માટે જે સાત લોકોના લેટરપેડનો ઉપયોગ થયો છે તેમની પણ પૂછપરછ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં અમરેલી તાલુકાના સરપંચો અને તાલુકા પંચાયતના સભ્યોના લેટરપેડનો પણ દુરુપયોગ થયું હોવાનું પોલીસ તપાસમાં ધ્યાન આવતા તમામ વ્યક્તિઓની અમરેલી પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં આ લેટરપેડ કઈ રીતે મેળવ્યા હતા તેની વિગત પોલીસે મેળવી હતી.