રાજય પોલીસ વડાએ અસામાજીક તત્વો પર ઘોંસ બોલાવવા આદેશ કર્યા બાદ અમરેલી જિલ્લા પોલીસ છેલ્લા ઘણા સમયથી કડક કાર્યવાહી કરી રહી છે. જિલ્લામાં અસામાજીક તત્વોનાં રહેણાંક મકાનોમાં જઈ વીજચોરી તેમજ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતનાં માર્ગદર્શન નીચે એલસીબી પીઆઈ વી.એમ.કોલાદરાની રાહબરી હેઠળ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો આરોપી વિવેક ઉર્ફે વિકી મનસુખ પરમાર છેલ્લા બે મહિનાથી ફરાર હોઈ તેને અમરેલી એલસીબીએ ઝડપી અમરેલી તાલુકા પોલીસને સોંપી આપેલ છે.