અમરેલી નગરપાલિકાના કોન્ટ્રાકટ બેજ પરના સફાઈ કર્મચારીઓ આજથી હડતાલ પર ઉતરી ગયા છે. જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ માસથી સફાઈના કોન્ટ્રાક્ટરને નગરપાલિકા દ્વારા બિલનું પેમેન્ટ કરવામાં આવેલ ન હોય તો કોન્ટ્રાક્ટરોએ આજથી સફાઈ કામગીરી કરવાનું બંધ કરી દીધું છે જેના કારણે અમરેલી શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે અને રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે. મહત્વનું એ છે કે ત્રણ માસથી કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ચૂકવાતું નથી તો આ માટે જવાબદાર કોણ? નગરપાલિકાના વિસ્તારના લોકો વેરો સમયસર ભરે છે પણ સુવિધાના નામે મીંડું મળતું હોય ત્યારે આ અંગે ધારાસભ્ય અને સાંસદ પણ યોગ્ય કરી આ પ્રશ્નનો તાકીદે ઉકેલ લાવે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે.