અમરેલી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અચાનક જ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા આયોજીત આ લોકડાયરામાં શહેરીજનો ઉપસ્થિત ન રહ્યા હતા. અને ફક્ત પાલિકાના જ આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ હાજર રહ્યા હતા. મહત્વની બાબત તો એ છે કે, નગરપાલિકાનાં પ્રમુખ અને સદસ્યો તથા ચીફ ઓફિસર પણ આ લોકડાયરામાં હાજર રહ્યાં ન હતા. લોકોનાં પૈસે કરાતા આવા તાઈફામાં લોકો જ હાજર ન રહેતા નગરપાલિકાના આયોજન પર સવાલો ઉઠ્યા છે. ડાયરામાં થયેલ ખર્ચ માટે કેટલું બિલ ચૂકવાશે તે પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અમરેલી નગરપાલિકાનાં દ્વારા આવા અણધડ આયોજનનાં કારણે લોકોનાં પૈસાનો વેડફાટ પણ થયો હતો. જા પાલિકા દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવ્યું હોત તો સ્વચ્છ ભારત મિશનનો સંદેશ લોકો સુધી યોગ્ય રીતે પહોંચી શકત.