અમરેલી તાલુકામાં શેત્રુંજી પુલ અને દેવળીયા ગામના પાટિયા વચ્ચે વહેલી સવારે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. રોડ ક્રોસ કરતી વખતે એક સિંહણને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં
સિંહણનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ વન વિભાગને કરતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો હતો. લીલીયા શેત્રુંજી વન વિભાગે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગની અલગ-અલગ ટીમો અકસ્માત સર્જનાર વાહન ચાલકની ઓળખ માટે તપાસ કરી રહી છે. હાઈવે પરના સીસીટીવી ફૂટેજની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.