અમરેલીની નવજીવન જનરલ હોસ્પિટલ દ્વારા મોટા ગોખરવાળા ગામમાં તારીખ ૧૧ને મંગળવારે બપોરે ૩ થી ૫ સુધી હોસ્પિટલના મેડિસીન વિભાગ દ્વારા ફ્રી નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં હોસ્પિટલના અનુભવી ફીજીયન ડોક્ટર ડો.રાજન
આભાર – નિહારીકા રવિયા કકૈયા (એમ.ડી) એ સેવા આપી હતી. કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી. આ કેમ્પમાં ૯૦ કરતા વધારે દર્દીઓએ લાભ લીધો હતો. તમામ દર્દીઓનું યોગ્ય નિદાન કરીને જરૂરિયાત મુજબ દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી.આ કેમ્પમાં નવજીવન જનરલ હોસ્પિટલની ટીમ, ડો. સોનલબેન તથા પી.એચ.સી. સ્ટાફ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.