અમરેલી નાગરિક સહકારી બેંકના મૃત્યુ પામેલ સભાસદોના વારસદારોને બેંકની અકસ્માત વિમા સહાય યોજના અંતર્ગત બેંક તરફથી રૂ. એક લાખની સહાય આપવાની યોજના અમલમાં છે. જે અન્વયે સ્વ. રાજેશભાઈ બાલુભાઈ જાદવના વારસદાર મયુરભાઈ રાજેશભાઈ જાદવને બેંકના ચેરમેન જયેશભાઈ એમ. નાકરાણી, વાઈસ ચેરમેન ભાવિનભાઈ જે. સોજીત્રા, મેનેજીંગ ડિરેકટર શૈલેષભાઈ બી. સંઘાણી તથા બેંકના ડિરેકટર પી. પી. સોજીત્રા દ્વારા ચેક આપવામાં આવેલ હતો. આ બેંકે સભાસદ પ્રત્યેની કુટુંબ ભાવના વ્યકત કરીને સભાસદો પ્રત્યેનું ઋણ અદા કરેલ છે એમ બેંકના મેનેજર દિલીપભાઈ ધોરાજીયાએ જણાવેલ છે.