અમરેલીની જીવરાજ એન. મહેતા સરકારી પોલીટેકનિક કોલેજના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ઇલેક્ટ્રિક વાહન જાગૃતિ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. GERMI ગાંધીનગરના સહયોગથી આયોજિત આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) વિશે જાગૃતિ લાવવાનો અને તેના ફાયદા, ટેક્નોલોજી અને ભવિષ્યની સંભાવનાઓ વિશે માહિતી આપવાનો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શૈશવસિંહ રાજ અને રીતુ પટેલ, ડેપ્યુટી મેનેજર GERMI ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ઇલેક્ટ્રિક વાહનોના પર્યાવરણલક્ષી મહત્વ પર પ્રકાશ પાડ્‌યો હતો. નિષ્ણાતો દ્વારા બેટરી ટેક્નોલોજી, ર્ચાજિંગ સુવિધાઓ, EV પોલિસી અને V2X સિસ્ટમ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.