અમરેલી તાલુકાના ફતેપુર ગામે સંતશ્રી જલારામ બાપાના ગુરુશ્રી ભોજા ભગતનું ભોજલધામ ખાતે માર્ગ-મકાન વિભાગ દ્વારા અંદાજિત રૂ.૬૮ લાખના ખર્ચે મંજૂર થયેલ અમરેલી-ફતેપુર સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આવિસ્તારના સ્થાનિક આગેવાનો, તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી તાલુકાના સોનારિયા ગામ ખાતે અંદાજિત ૭૫ લાખના ખર્ચે મંજૂર થયેલ માર્ગ-મકાન વિભાગ હસ્તકના ચાડિયા-લાપાણીયા સી.સી રોડની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતુ.આ વિકાસના કામોમાં ગ્રામજનો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા.