સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી માતુશ્રી મોઘીબા મહિલા આટ્ર્સ કોલેજના બે વિદ્યાર્થીઓ ડા. મહેન્દ્ર પવાર અને ડા. કાંતિલાલ ટંડેલે સંસ્કૃત વિષયમાં પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. ડા. મહેન્દ્ર પવારે અને ડા. કાંતિલાલ ટંડેલ બંને વિદ્યાર્થીઓને માતુશ્રી મોઘીબા મહિલા આટ્ર્સ કોલેજના સંસ્કૃત વિષયના ગોલ્ડમેડાલિસ્ટ પ્રાધ્યાપક તથા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડા. બી. આર. ચુડાસમાનું માર્ગદર્શન મળ્યું હતું. અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઇ ગજેરા, મંત્રી મનસુખભાઇ ધાનાણી, ચતુરભાઇ ખૂંટ, કેમ્પસ ડાયરેક્ટર વી.એન. પેથાણી દ્વારા અભિનંદન પાઠવ્યા છે.