અમરેલી રઘુવીર સેના દ્વારા અમરેલી જિલ્લા સમસ્ત લોહાણા સમાજ માટે વધુ એક પ્રેરણાદાયક કાર્ય કરવામાં આવ્યું હતું. ખૂબ જરૂરીયાત અને ઉપયોગી મોક્ષ પુષ્પક (પવિત્ર પાર્થિવ શરીર માટેનું ડીપ ફ્રીઝ) નો લોકાર્પણ કાર્યક્રમ રામનવમીના પાવન દિવસે સાંજના ૫.૩૦ કલાકે જિલ્લા ભરના રઘુવંશી સમાજ અને રઘુવીર સેનાના સન્માનનીય આગેવાનોની ઉપસ્થિતીમાં લોહાણા વિદ્યાર્થી ભવન હરીરોડ, અમરેલી ખાતે યોજાશે. આ સેવાકાર્યને સફળ બનાવવા માટે ભાવેશભાઇ સોઢા અને સંજયભાઇ વણજારાના માર્ગદર્શન નીચે વિશાલભાઈ સોઢા, પ્રિતેશભાઇ માનસેતા, પિયુષભાઈ સોનપાલ, રવિભાઇ ભીમજીયાણી, અંકુરભાઇ ખખ્ખર, જલ્પેશભાઇ નથવાણી, જીગ્નેશભાઇ પોપટ, કિરીટભાઇ કાનાણી, બિરજુભાઇ અટારા, રાહુલભાઇ વડેરા જહેમત ઉઠાવી રહ્યા છે.