રેડક્રોસ સોસાયટી સ્ટેટ બ્રાન્ચના સહયોગથી અમરેલી રેડક્રોસ સોસાયટી દ્વારા ૨૪ ડિસેમ્બર, ૨૦૨૪, મંગળવારના રોજ વિનામૂલ્યે આંખોની તપાસ અને મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાશે. અમરેલી સિવિલ હાસ્પિટલ પાછળ આવેલી રેડક્રોસ બ્લડ બેંક ખાતે મંગળવારે સવારે ૯ થી બપોરે ૧૨ કલાક સુધી આ કેમ્પ યોજાશે. કેમ્પમાં વિનામૂલ્યે ચશ્મા મેળવવા માત્ર ૫ રૂપિયા ભરીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લેવા અમરેલી રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડા. ભરત કાનાબારે
જણાવ્યું છે.