અમરેલીમાંથી વધુ એક યુવકનો મોબાઇલ પડી ગયો હતો. દિપકભાઇ રણછોડભાઇ મહેતા (ઉવ.૩૫)એ જાહેર કર્યા મુજબ, તેમનો મોબાઇલ ફોન લાઠી રોડ રેલ્વે ફાટક ડાયવર્ઝન પાસે પેન્ટના ખીસ્સામાંથી પડી જતા કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પોલીસ ચોપડે ફોનની કિંમત ૧૨,૦૦૦ જાહેર થઈ હતી.અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી જી સોચા વધુ તપાસ કરી રહ્યા છે.