અમરેલી લોહાણા મહાજન ટ્રસ્ટી મંડળની મિટિંગ તા.ર૭ના રોજ અમરેલી લોહાણા મહાજન વાડીમાં લોહાણા મહાજન ટ્રસ્ટી મંડળના સભ્યોની ઉપસ્થિતીમાં મળી હતી. તેમાં આવતા પાંચ વર્ષ માટે લોહાણા મહાજનના નવનિયુક્ત હોદ્દેદારોની વરણી સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. અમરેલી લોહાણા મહાજનના પ્રમુખ તરીકે ડો. ભરત કાનાબાર, ઉપપ્રમુખ તરીકે ભાવેશ સોઢા, ભાવેશ વસાણી, મંત્રી તરીકે સતિષભાઇ આડતીયા, સહમંત્રી તરીકે ભાસ્કરભાઇ જોબનપુત્રા, ખજાનચી તરીકે રમણીકભાઇ ગઢીયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ વરણીને લોહાણા સમાજના આગેવાનોએ આવકારી હતી.