કાંસિયાનેસ-સાસણ ગીર સેક્શનમાં રેલવે ટ્રેક પર સિંહણ ઉભેલી જોઈ પેસેન્જર ટ્રેન નં. ૦૯૨૯૨ અમરેલી-વેરાવળને ઇમરજન્સી બ્રેક લગાવીને અટકાવવામાં આવી હતી. ટ્રેન મેનેજરને લોકો પાયલટ આરીફ આર. અને આસિસ્ટન્ટ લોકો પાયલોટ ફરમાન હુસૈન દ્વારા જાણ કરવામાં આવી હતી. તે જ ટ્રેનમાં યાત્રા કરી રહેલા ફોરેસ્ટ ટ્રેકર રાણાભાઈ ગઢવી ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા અને તરત જ ટ્રેક ક્લિયર કરાવ્યો હતો. ત્યારબાદ, જ્યારે બધી સ્થિતિ સામાન્ય જોવા મળી, ત્યારે લોકો પાઇલટને ફોરેસ્ટ ગાર્ડ, ટ્રેકર દ્વારા પ્રસ્થાન કરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ, ટ્રેનને લોકો પાયલટ દ્વારા કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.