અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત દ્વારા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકની અધ્યક્ષતા AICC સેક્રેટરી, મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લાના પ્રભારી ભૂપેન્દ્રભાઈ મારાવીએ કરી હતી. આ પ્રસંગે લાઠી નગરપાલિકાના પ્રભારી અને પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ તેમજ રાજુલા નગરપાલિકાના પ્રભારી રાજભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જિલ્લા અને રાજ્ય કક્ષાના અનેક અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી, જેમાં પૂર્વ લોકસભા ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર, પૂર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલિયા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી સહિત અનેક નેતાઓ સામેલ હતા. બેઠકમાં ઉપસ્થિત નેતાઓએ આવનારા સમયમાં અમરેલી જિલ્લામાં કોંગ્રેસની જીત સુનિશ્ચિત કરવા માટે વિવિધ સૂચનો કર્યા હતા.