અમરેલીમાં રહેતી એક પરિણીતાએ બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાધો હતો. સંજયભાઈ પરસોત્તમભાઈ મકાણી (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, તેમની પત્ની ચેતનાબેન (ઉ.વ.૪૧)ને છેલ્લા બે વર્ષથી માનસિક બીમારી હતી. જેના કારણે માથાનો દુઃખાવો થતો હતો.
તેથી પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતાં મરણ પામ્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ ડી.વી. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.