અમરેલી જિલ્લામાં આગામી રામનવમીના તહેવાર પહેલા પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ સીટી પોલીસે ગૌમાંસના વેચાણ અંગે ચોક્કસ બાતમી મેળવી હતી. પોલીસે મોટા ખાટકીવાડ, ડુબાણીયા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન જરીનાબેન હાજીભાઇ કાલવા નામની મહિલાને ગેરકાયદેસર ગૌમાંસના જથ્થા સાથે ઝડપી લીધી હતી.
પોલીસે આરોપી પાસેથી એક ઓટોરિક્ષા, ૧૭ કિલોગ્રામ ગૌમાંસ, એક લોખંડનો કોયતો અને માંસ કાપવા માટેના સાધનો જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રૂ. ૮૫૦૦ આંકવામાં આવી છે. સીટી
પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી છે.