અમરેલીના વોર્ડ નં.૭માં ચાંદની ચોક વિસ્તારમાં છેલ્લાં બે મહિના કરતા વધારે સમયથી કેમેરા નાખવા બાબતે રસ્તાને તોડવામાં આવ્યો હતો. જેના કારણે વિસ્તારવાસીઓ ભારે હાલાકીનો સામનો કરતા હતા. આ બાબતે અજીતભાઈ ગોરીએ આગેવાન રાજુભાઈ બીલખીયાને રજૂઆત કરતા રસ્તાનું તાત્કાલિક પેચવર્ક કરવામાં આવતા રાજુભાઈ બીલખીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.