અમરેલી શહેરમાં ટ્રેઈનિંગ દરમિયાન ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થતાં પાયલોટનું મત્યુ થયું છે. રહેણાંક વિસ્તારમાં અકસ્માતગ્રસ્ત વિમાન પડતા રહીશો ધ્રુજી ઉઠ્યા હતા. અમરેલી શહેરનાં રહેણાંક વિસ્તારમાં સામાન્ય ઉંચાઈએ ઉડતા વિમાનો અંગે પ્રબુદ્ધ નાગરીકોએ રાજકીય આગેવાનો અને વહીવટી તંત્રને અનેક વખત રજૂઆતો કરી હતી તેમજ આવેદનપત્ર પણ આપ્યા હતા. અમરેલી જિલ્લા વિકાસ સમિતિએ ડિસેમ્બર-ર૦ર૪માં શહેરી વિસ્તારમાં પ્લેન ન ઉડાડવું જાઈએ તેવી રજૂઆતો કરી હતી. પરંતુ તંત્રએ ધ્યાન દેવાને બદલે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી ન હતી. આજનું અકસ્માતગ્રસ્ત વિમાન જા કોઈ રહેણાંક વિસ્તારનાં મકાન પર પડ્યું હોત તો કેટલી મોટી જાનહાની થઈ હોત તે દિવસભર શહેરીજનોનો ચર્ચાનો વિષય રહ્યો હતો.