અમરેલી જિલ્લામાં પરિણીતાની છેડતી, સગીરા સાથે દુષ્કર્મના પ્રયાસોની ઘટનાઓમાં વધારો થયો હોય તેવુ લાગી રહ્યુ છે. જેમાં અમરેલીમાં રહેતા એક શખ્સે સગીરાના પરિવાર સાથે અંગત સંબંધો કેળવી આ સંબંધનો ગેરલાભ ઉઠાવી સગીરાને મોબાઈલમાં પજવણી કરી સંબંધ રાખવા દબાણ કરતો હોય તેમજ દુષ્કર્મની કોશિષ કરી હોવાની અમરેલી સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. અમરેલીના માણેકપરામાં રહેતા એક યુવકને સુખનાથપરામાં રહેતા એક પરિવાર સાથે પારિવારીક સંબંધો હોય જેનો યુવકે ગેરલાભ ઉઠાવી સુખનાથપરામાં રહેતી સગીરાના ઘરે છેલ્લા ૩ વર્ષથી જતો હોય ત્યારે સગીરાના મોબાઈલમાં મેસેજ કરી સગીરાને સંબંધ રાખવા ધાક ધમકી આપી સગીરાનો હાથ પકડી શારીરિક અડપલા કરી સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવતા સગીરાએ આ બાબતે પરિવારને જાણ કરતા સગીરાના પિતાએ માણેકપરામાં રહેતા યુવક સામે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.